શું આપ રુક્ષ અને નિષ્પ્રાણ વાળની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છો ? અમે આપને કેટલાક હૅર મૉસ્ક બતાવવા જઈ રહ્યા છીએ કે જે પૂર્ણતઃ પ્રાકૃતિક સામગ્રીથી બનેલા છે.
દહીં એક એવી વસ્તુ છે કે જે વાળની ક્વૉલિટીને સુધારવાનાં કામે આવે છે. તેમાં ઢગલોબંધ પ્રોટીન હોય છે કે જે વાળ માટે અત્યંત જરૂરી છે.
દહીં અને લિંબુ
એક વાટકીમાં 2 ચમચી દહીં, મધનાં થોડાક ટીપાં અને લિંબુનો રસ મેળવો. તમામ સામગ્રીઓ મિક્સ કરો અને પેસ્ટ બનાવો. આ પૅક વાળના મૂળમાં લગાવો અને અડધો કલાક બાદ માથુ ધોઈ લો. તેનાથી વાળ સ્મૂધ થશે.
ડૅંડ્રફ ભગાડવા માટે
એક વાટકીમાં 3 ટી સ્પૂન દહીં અને 5 ટી સ્પૂન પાવડર તેમજ 2 ચમચી ડુંગળીનો રસ મેળવો. તેને માથા પર લગાવો અને 1 કલાક બાદ માથું ધોઈ લો. આવુ સપ્તાહમાં 2 વાર કરો, જ્યાં સુધી કે માથાની ખંજવાળ બંધ ન થઈ જાય.
હૅર ફૉલ રોકવા માટે
મુટ્ઠી ભર મહેંદીના પાન લો અને તેને મુઠ્ઠી ભર તજ પાન સાથે મિક્સ કરી વાટી લો. પછી તેનું 3 ચમચી પાવડર લો. તેમાં 3 ચમચી દહીં મેળવો. તેને માથા પર અને વાળમાં લગાવો. 45 મિનિટ માટે છોડી દો. પછી તેને કોઈ હળવા શૅમ્પૂ વડે ધોઈ લો. તેનાથી આપનાં વાળ ઉતરવા ઓછા થશે.
વાળમાં શાઇન લાવવા માટે
એક વાટકીમાં અડધો કપ દહીં અને 2 ચમચી આંબળા પાવડર મેળવો. પછી તેમાં 1 ચમચી મેથી પાવડર અને 1 ચમચી તજ પાનનું પેસ્ટ નાંખો. તેમાં પાણી નાંખી પેસ્ટ તૈયાર કરો અને ભીના વાળ પર લગાવો. આ પેસ્ટ 20 મિનિટ સુધી વાળમાં રાખ્યા બાદ હળવા ગરમ પાણીથી માથુ ધોઈ લો.
Comments
Post a Comment