આ પેકથી દૂર કરો ચેહરા પરના અવાંછિત વાળ

અનેક યુવતીઓના ચેહરા પર બહુ વધારે વાળ હોય છે. જેનાથી તેમની સુંદરતા ઓછી થઈ જાય છે. ચેહરા પર ઓછા વાળ હોવાથી યુવતીઓ મેકઅપની મદદથી તેને છુપાવી લે છે.  પણ વધુ વાળ તેમને માટે એક સમસ્યા બની જાય છે.  આ વાળને થ્રેડિંગથી હટાવવા મુશ્કેલ છે. યુવતીઓ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અનેક ઉપાયો અજમાવે છે. જો તમે પણ તમારા ચેહરા પરના વાળથી છુટકારો મેળવવા માંગતા હોય તો કિચનમાં હાજર આ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કરો.  આજે અમે તમને એક ફેસ પેક બતાવવા જઈ રહ્યા છે જેનાથી તમે ચેહરાના વાળને સહેલાઈથી હટાવી શકો છો.

સામગ્રી -

 ઓટમીલ (જરૂર મુજબ)
- એક ચમચી મધ
- 1 ચમચી લીંબૂનો રસ

બનાવવા અને લગાવવાની રીત - સૌ પહેલા ઓટમીલને વાટીને પાવડર બનાવી લો. હવે એક બાઉલમાં ઓટમીલ પાવડર મધ અને લીંબુનો રસ નાખી સારી રીતે હલાવીને પેસ્ટ બનાવી લો.  હવે આ પેસ્ટને ચેહરા પર લગાવી લો. સૂક્યા પછી તેને રગડીને ઉતારી લો.  પછી પાણીથી ચેહરો ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવી લો. અઠવાડિયામાં 2-3 વાર આવુ કરો. 

Comments

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો