ખીલ – ઘરેલું ઉપચાર

તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા આદુનો રસ ઉમેરી મોઢા પર લગાડવાથી અને સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખવાથી મોઢા પરના કળા ડાઘ માટે છે.

રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચારોળીને દૂધમાં ઘસી લેપ બનાવી મોઢા પર લગાવી સુઈ જવું, સવારના સાબુથી મો ધોવું. આ પ્રયોગથી ખીલ મટે છે.


નાળીયેરનું દૂધ કાળીજીરી સાથે મેળવી – લસોટી ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.


જાંબુના થાલીયાનો રસ પાણીમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.


નારંગીની છાલ મો પર ઘસવાથી ખીલ મટે છે.


પાકા ટામેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાડીને થોડી વાર સુકાવા દો ત્યાર બાદ સહેજ ગરમ પાણીથી સાફ કરવાથી ખીલ મટે છે.


ગરમ પાણીની તપેલી માં રૂમાલનો ટુકડો ભીંજવીને નીચોવી તેને મોઢા પર સાધારણ ગરમ હોય ત્યારે મુકવાથી ખીલ મટે છે.


મૂળાના પાનનો રસ મો પર ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે.


દુધની મલાઈ સાથે મીંઢળ ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.


જાયફળને દુધની મલાઈમાં ઘસીને ખીલ પર લગાડવાથી ખીલ મટે છે.


કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે તે ખીલ પર દરરોજ થોડા દિવસ લગાડવાથી ખીલ કાયમ મટે જડમૂળ થી માટી જશે.


ખુબ પાકી ગયેલા પપૈયાને છોલીને, છુંદીને તેની માલીસ મોઢા પર કરવી. ૧૫-૨૦ મિનીટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણી થી ધોઈ નાખવું અને જળ ટુવાલ વડે મોઢાને સારી રીતે લુછીને જલ્દી કોપરેલ લગાવવું. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના ડાઘ મટે છે. મોઢાની કરચલીઓ અને કાળાશ મટે છે.


લોબાન, સુખડ અને આમળાનો પાવડર મોઢા પર ચોપડીને થોડા સુકાયા બાદ લીમડાના પાન નાખેલા પાણીથી ધોવાથી ખીલ મટે છે.


કાચી સોપારી અથવા જાયફળ પાણીમાં ઘસીને લગાડવાથી ખીલ મટે છે.


લીલા નાળીયેરનું પાણી રોજ પીવાથી અને થોડા પાણીમાં મો ધોવાથી ખીલ મટે છે.


છાસ વડે મો ધોવાથી ખીલના ડાઘા, મો પરની કાળાશ દુર થાય છે.


તીખો, ખારો, ખાટો, વાસી વિરુદ્ધ આહાર બંધ કરવો. પાણી લીલા શાકભાજી અને ફળ લેવાથી ખીલમાં રાહત થાય છે.


ત્રિફલા ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર હુફાળા પાણી સાથે લેવાથી ખીલ મટે છે.


રક્તશોધક દવા લેવી. જેમકે મંજીષ્ઠાદી કવાથ લેવાથી ખીલ મટે છે.


અર્જુન છાલ ચૂર્ણ અથવા જાયફળ પાણીમાં ઘસીને લેવાથી ખીલ મટે છે.


સાદો, ગરમ માપસર પથ્ય આહાર લેવાથી ખીલ મટે છે.

Comments

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો