વાળ ઉતરતા હોય, તો ડુંગળીનો રસ લગાવો

જો આપ જાત-જાતનાં નુસ્ખા અજમાવી થાકી ચુક્યા છો અને છતા પણ વાળ ઉતરતા રોકાતા નથી, તો પરેશાન થવાની જરૂર નથી, કારણ કે અત્યારે આપના માટે વધુ એક નુસ્ખો અજમાવવાનું રહી ગયુ છે બાકી. ડુંગળી કે જેને માત્ર ખાવાથી જ ફાયદો નથી થતો, પરંતુ વાળમાં લગાવવાથી પણ ખૂબ ફાયદા પહોંચે છે. મોંઘા સ્પામાં ટ્રીટમેંટ લેવા કરતા શ્રેષ્ઠ રહેશે કે આપ એક વખત પોતાનાં વાળમાં ડુંગળી લગાવી જુઓ. ડુંગળીને અનેક પ્રકારની સામગ્રીઓ સાથે મેળવીને લગાવી શકાય છે. ચાલો જાણીએ કે વાળ ઉતરવાની સમસ્યાને રોકવા માટે તેને કઈ રીતે અજમાવી શકાય છે.

આમ લગાવો ડુંગળી :
1. ડુંગળીનો રસ : 

તેને તૈયાર કરવા માટે ડુંગળીને મિક્સરમાં પીસી લો અને રસ કાઢી લો. તેને લગાવવા માટે વાળને ગરમ તાવેલ વડે ઢાંકીને અડધો કલાક માટે રાખો. પછી ડુંગળીનાં રસને માથા અને વાળની જડોમાં સારી રીતે લગાવો. 

2. ડુંગળી અને મધ :

 ડુંગળીનાં રસને પોતાના માથે લગભગ પોણા કલાક માટે લગાવો. તે પછી મધને હાથોમાં લઈ જડોમાં લગાવી લો. તેનાથી ડુંગળીની ગંધ હળવી બની જશે. હવે વાળને કોઇક હળવા શૅમ્પૂથી ધોઈ લો.

3. ડુંગળી અને બીયર હૅર પૅક : 

ડુંગળીનાં રસને કાઢ્યા બાદ જે તેનો બચેલો ભાગ રહી ગયો હોય, તેમાં નાળિયેર તેલ મેળવી જૅલ બનાવી લો. હવે આ મિશ્રણમાં એક કપ બીયર મેળવી લો અને લગાવી લો. બીયર આપનાં વાળને પ્રાકૃતિક રીતે ચમકદાર બનાવશે. નાળિયેર તેલ આપનાં વાળની જડોને પોષણ આપશે. 


4. ડુંગળી અને રમ :

 તેના માટે આખી રાત આપે એક રમના ગ્લાસમાં ઘસેલી ડુંગળીને નાંખીને રાખવી પડશે. સવારે આ મિશ્રણ ગાળીને પોતાના માથામાં તેની માલિશ કરો. તેનાથી આપના વાળને મજબૂતી મળશે અને વહેલામાં વહેલી તકે વાળ આવવા શરૂ થઈ જશે.


Comments

Post a Comment

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો