સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ
ઘણા લોકોને સૂર્યની કિરણો સારી લાગે છે, પરંતુ ત્વચા પર પડતા તેનાં પ્રભાવને કોઈ પસંદ નથી કરતો. જો કોઈ ત્વચાને સૌથી ખરાબ રીતે પ્રભાવિત કરે છે, તો તે છે સૂર્યના કિરણો. હૉલિડે સીઝન હજી શરૂ જ થયું છે અને એવામાં મોટાભાગનાં લોકો દરિયા કિનારે કે બીચો પર ઘૂમવાનું પસંદ કરે છે. બાળકોથી લઈ મોટેરાઓ સુધી, દરેકને બીચનું સોહામણું મોસમ અને સનસેટનો નજારો ખૂબ પસંદ આવે છે. પરંતુ આ મજાની કિંમત આપની સ્કિને ચુકવવી પડે છે. જો આપની ત્વચા પર સનટૅન થઈ ગયું છે, તો કેટલીક ટિપ્સ અપનાવીને આપ તેને સાજુ કરી શકો છો. ત્વચા પર સૂર્યનો બહુ હાનિકારક પ્રભાવ પડે છે. ત્વચા પર સૂર્યનાં યૂવી કિરણોનું સીધું પડવું ત્વચાની કોશિકાઓને નુકસાન પહોંચાડવાની સાથે-સાથે તેમના આરએનએ અને ડીએનએને પણ ડૅમેજ કરે છે. આ પ્રકારનાં ડીએનએ ડૅમેજ થવાનાં કારણે સ્કિન કૅંસર સુદ્ધા થઈ શકે છે. તેનાંથી બચવા માટે ત્વચામાં મેલાનિનનું પ્રમાણ સંતુલિત હોવું જોઇએ. ત્વચામાં મેલાનિનનું સ્તર બગડવાથી સૂર્યની યૂવી કિરણોનાં કારણે સનટૅન થવા લાગે છે. જોકે કેટલીક ટિપ્સ અપનાવીને આપ જલ્દીથી આ સનટૅનમાંથી છુટકારો પામી શકો છો. સાથે જ ત્વચાનો રંગપણ તેના...

Comments
Post a Comment