૧૫ બ્યુટી ટીપ્સ જેનાથી બનાવો તમારા ચહેરાને બ્યુટીફૂલ

એવી ૧૫ બ્યુટી ટીપ્સ જેનાથી બનાવો તમારા ચહેરાને બ્યુટીફૂલ

૧) નારિયેળના દૂધને ચહેરા પર લગાવવાથી ચહેરો કાંતિવાન તેમજ ચમકદાર બને છે . વધુ સારા રીઝલ્ટ માટે કાચું નારિયેળ લેવું.

૨) ૧ ચમચી નારંગીનો રસ , ૧ ચમચી લીંબુનો રસ અને દહીં મેળવીને સ્મૂથ પેસ્ટ બનાવો. આ પેસ્ટ માસ્કની જેમ ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ સુધી રાખી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો, આનાથી ચહેરો ગોરો તેમજ ચમકદાર બનશે .

૩) એક ચમચી અડદ ની દાળ અને ૫ બદામ ને રાત્રે પાણીમાં પલાળો. સવારે આની એકદમ ઝીણી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો, ૧૫ થી ૨૦ મિનીટ રાખી ચહેરો ધોઈ લો, ચહેરો સ્વસ્થ અને કોમળ બનશે.

૪) ચહેરા પર દીવેલથી માલીશ કરવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે . પરંતુ ઓઈલી સ્કીન વાળાઓએ આ પ્રયોગ ન કરવો.

૫) કાચું બટેટુ ચહેરા પર ઘસવાથી અથવા તેનો રસ કાઢી ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાઘ અને પીગમેન્ટેશન દૂર થાય છે

૬) કાકડીનો રસ, ગ્લીસરીન અને ગુલાબજળ સરખા પ્રમાણમાં મેળવી અને ચહેરા પર લગાવવાથી ત્વચા સ્વચ્છ અને મુલાયમ બને છે.

૭) કાચું દૂધ, ચપટી મીઠું અને બે ત્રણ ટીપા લીંબુનો રસ મિક્ષ કરો, ચહેરો ધોયા બાદ આ મિશ્રણને લગાવીને કલાક રાખવાથી ચહેરાનો રંગ નિખરે છે.

૮) ટામેટા ના રસમાં લીંબુનો રસ ભેળવીને ચહેરા પર લગાવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે.

૯) એક ચમચી ઘઉંના લોટમાં એક ચમચી હળદર તલના તેલ સાથે મિક્ષ કરીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરના અણગમતા વાળથી મુક્તિ મળે છે.

૧૦) ચહેરા પર નારંગીનો રસ લગાડવાથી ત્વચા ગોરી અને કોમળ બને છે .

૧૧) ગાજર નો રસ કાઢી આખી રાત ચહેરા પર લગાવી રાખો, સવારે ધોઈ લો આનાથી ત્વચા નીખરી ઉઠશે.
૧૨) ચહેરા પર ડાઘ પડી ગયા હોય તો ફૂદીનાના રસને રોજ ચહેરા પર લગાડવાથી ડાઘ દૂર થશે.

૧૩) એક ચમચી નારંગીના છાલનો પાઉડર, એક ચમચી અડદ ની દાળ ની પેસ્ટ અને એક ચમચી મસૂર ની દાળ ની પેસ્ટ આ ત્રણેય ને પાણી સાથે મિક્ષ કરીને પેસ્ટ બનાવી ચહેરા પર લગાવો , ચહેરો નીખરી ઉઠશે.

૧૪) એક ચમચી કાચું દૂધ ,એક ચમચી ગુલાબજળ, એક ચમચી સુખડનો પાઉડર અને એક ચમચી ગુલાબજળ ભેળવી ફેસપેક બનાવી ચહેરા પર લગાવો , ૧૫ મિનીટ પછી ચહેરો ધોઈ લો , આનાથી ત્વચા સુંદર બનશે.

૧૫) મુલાતાની માટીમાં મધ , લીંબુ અને હળદર ઉમેરી ફેસપેક બનવી ચહેરા પર લગાવો , ૧૫ થી ૨૦ મિનીટ રાખી ચહેરો ઠંડા પાણીથી ધોઈ લો, ત્વચા ખરેખર ચમકી ઉઠશે.

Comments

Popular posts from this blog

સનટૅનને આસાનીથી હટાવશે આ ઘરગથ્થુ નુસ્ખાઓ

ચહેરાની પિગમેન્ટેશનથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થું ઉપાય

આ 5 ઉપાયથી તમારા ચેહરા પરના ખીલ દૂર કરો. અને ડાઘને દૂર કરો